મોરબી નવલખી રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂની ૫૫૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીજન પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે શ્રધ્ધાપાર્ક સોસા., યમુના સોસા. ની બાજુમા, નવલખી રોડ મોરબી ખાતેથી આરોપી હરેંદ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા ઉ.વ.૪૩ રહે- શ્રધ્ધાપાર્ક સોસા., યમુના સોસા.ની બાજુમા, નવલખી રોડ મોરબી મુળગામ- મોટા દહીસરા તા.માળીયા જી.મોરબીવાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ- ૫૫૨ કિં.રૂ. ૧,૮૪,૨૦૦/- નો મુદામાલ સાથે આરોપીને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.