અંગદાન મહાદાન ભારતમાં અત્યંત જરૂરી છે. જેમાં અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા લોકોની સંખ્યા અને પ્રત્યારોપણ માટે અંગોની ઉપલબ્ધતા વચ્ચે વિશાળ અંતર છે ત્યારે ગત તારીખ ૨૦/૧૨/૨૦૨૩ ના રોજ મોરબી ના લક્ષ્મી નગર ગામ પાસે આવેલ શ્રી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિશે વિશેશ માહિતગાર કરી જાગૃત કર્યા હતા અંગદાન જાગૃતિ કાર્યક્રમમાં એકેડમીના શિક્ષકો તેમજ બાળકોએ અંગદાન વિશે પ્રેરણા મેળવી હતી