Sunday, May 25, 2025

મોરબી હેલિપેડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન;મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞ અન્વયે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબી ખાતે પધાર્યા છે ત્યારે હેલિપેડ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, એસ.પી. મોરબી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, આર્યસમાજના જ્યંતીભાઈ રાજકોટિયા અને માવજીભાઈ દલસાણિયાએ રાજ્યપાલને મોરબીની ભૂમિ પર મીઠેરો આવકાર આપી સત્કાર કર્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW