મોરબીના કાલીકા પ્લોટમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ. ૧,૬૨,૬૦૦ તથા એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦/- નો ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હાલ નાતાલ તહેવાર તેમજ ૩૧મી ડીસેમ્બર અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે અસલમ સલીમભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨ વાળો તેના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી હેરફેર કરી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ઇસમ દુરથી પોલીસને જોઇ નાસી ગયેલ હોય જેથી આરોપીના રહેણાંક મકાનમાથી તેમજ શેરીમા પડેલ એકસ.યુ.વી કારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૬૨,૬૦૦/- તથા એકસ.યુ.વી કાર નં.GJ-1-RS-1771 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી મળી કુલ રૂ.૩,૬૨,૬૦૦/-ના મુદામાલ મળી આવતા તેમજ આરોપી નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.