મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામ ગોકુલનગરમા મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનના બાથરૂમમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૭ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ ગોકુલનગરમા મફતીયાપરામા રહેતા રાજદિપસિંહ જોરૂભા દવેરા (ઉ.વ.૨૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના બાથરૂમમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧૭ કિં.રૂ. ૩૭,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.