મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧૩ કિં રૂ. ૧,૯૨,૫૭૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની રામકો સોસાયટીમાંથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજીસ્ટર નં. GJ-21-BC-1509 વાળીમાં ઇંગલીશ દારૂ ભરી મહેન્દ્રનગર ચોકડી તરફ આવનાર છે વિગેરે મતલબેની મળેલ બાતમીના આધારે જગ્યાએ રેઇડમાં જવા રવાના થઇ મોરબી તાલુકાના રામકો સોસાયટી પાસે અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન બાતમીવાળી આઇ-૨૦ નો ચાલક પોતાની કાર લઈ નીકળતા તેને કાર ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની કાર લઇ નાસવા જતા તેનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમ, હરીઓમ સોસાયટી પાસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૧૩ કિ.રૂ.૧,૯૨,૫૭૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. GJ-21-BC-1509 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી ફૂલ રૂ.૩,૯૨,૫૭૦/- નો મુદ્દામાલ મુકી નાસી જઈ હાજર નહીં મળી આવતા આરોપી કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.