Saturday, January 25, 2025

મોરબી OSEM CBSE સ્કુલ ખાતે કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે યોજાયો

Advertisement

*વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર અનેરુ આયોજન.*

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે નુ આયોજન કરવા માં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર આયોજીત કોર્પોરેટ ડે માં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ના વિવિધ વિષયોને લગતા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ રજુ કર્યા હતા, તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં માર્કેટીંગ કૌશલ્ય નો વિકાસ થાય તે માટે પ્રોડક્ટ સેલીંગ યોજાયુ હતુ તેમજ ગૃપ ડીશક્શન-સ્ટ્રેટ ઈન્ટરવ્યુ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. તમામ કેટેગરી ના પ્રેઝન્ટેશન ના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કોર્પોરેટ ડે ના સફળ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ , સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજભાઈ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ શ્રીમતિ દીપા મેડમ, H.O.D. નિર્મિતભાઈ કક્કડ, કોમર્સ વિભાગ ના અંકિતા મેડમ, દીપીકા મેડમ, જતીન સર, વિક્રમ સર સહીતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW