Tuesday, May 20, 2025

મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી

Advertisement
Advertisement
Advertisement

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા.૩૧/૦૧/૨૦૨૪ સુધી
જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પડાયું

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર (૧) દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગર થી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૦૧/૨૦૨૪ સુધી સવારના કલાક-૦૮:૦૦ થી રાત્રીના કલાક-૧૨:૦૦ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.
આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW