Saturday, March 15, 2025

મોરબી-માળીયા હાઇવે ઉપરથી ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

Advertisement

મોરબી તાલુકા પોલીસ લક્ષ્મીનગર તરફ હાઇવે રોડ ઉપર
ના. પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ટાવેરા કાર રજી.નં. GJ-18-BH-4474
વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા કારને ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની
કાર લઇ મોરબી તરફ ભાગવા લાગતા તુરંત જ કારનો પીછો કરતા કાર ચાલક લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુર્ણા હોટલ નજીક, સાંઇ કાંટા પાસે પહોંચતા કારમાં રહેલ સાત
ઇસમો અલગ-અલગ દિશામાં ભાગવા લાગતા પોલીસ સ્ટાફ દ્વારા ઇસમો પાછળ દોડી
મજકૂર ઇસમો પૈકી ત્રણ ઇસમોને પકડી પાડી વધુ પતાસ કરતા પોતાના હવાલાવાળી ટાવેરા કારમાં જોતા ધાડ
પાડવાની સાધન-સામગ્રી મળી આવતા મજકૂર ઇસમોની સઘન પુછપરછ કરતા તમામ ઇસમો
મધ્યપ્રદેશના વતની હોય અને ધાડ પાડવાના ઇરાદે આવેલ હોવાનું જણાય આવતા પકડાયેલ
ત્રણેય ઇસમોને અટક કરી આગળની તપાસની પો.સ.ઇ. વી.જી.જેઠવા ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપી :-

1. કૈલાસભાઈ પારસીંગ ભુરીયા, ઉ.વ.૩૧, રહે. કુટતાલાબ, તા.જોબટ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ:

2. પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા, ઉ.વ.૪૫, રહે. મયાવાટ, નદીદડી ફળીયુ, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

૩. જયદીપ રણુભાઇ બામનીયા/ ઉ.વ.૨૪, રહે. કોરીયાપાન, તાડફળીયુ, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

– નાસી જનાર આરોપી :-

1. વિજય રૂપસીંગ ભુરીયા, રહે. ફુટતાલાબ, તા.જોબટ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

2. મુકેશ દલસીંગ અમલીયાર/, રહે. વાઘાટી ફુટતાલાબ, તા.ઉદયગઢ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

3. પપ્પુ બુલુર રહે, ખાણીયામ્બા, તા.ટાંડા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

4. ભાયા નકતા રહે. ખાણીયામ્બા, તા.ટાંડા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

– કબ્જે કરેલ મુદ્દામાલ :-

એક લોખંડનું પ્લા.ના હાથા ઉપર રબ્બર ચડાવેલ લાલ કલરના હાથાવાળુ મોટુ કટર તથા એક લોખંડનો

એકબાજુ ધારદાર તથા એક બાજુ બુઠ્ઠો લોખંડનો સળીયો તથા એક આશરે ગણેશીયો જે એક બાજુ

ધારદાર તથા બીજી બાજુ કાપાવાળો તથા બે મોટા ડીસમીસ તથા એક પ્લા.ના હાથાવાળુ વાયર

કાપવાનું કટર તથા એક લાલ કલરના હાથાવાળુ નાનુ ડીસમીસ તથા માથામાં પહેરવાની ટોર્ચ બત્તી

તથા સદરહું ગુન્હામાં ઉપયોગમાં લીધેલ સેવરોલેટ કંપનીની ટાવેરા કાર રજી.નં. GJ-18-BH-4474

મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW