Wednesday, January 8, 2025

મોરબી પીજીવીસીએલ દ્વારા ઉતરાણ ને લઈને તકેદારીના ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરવામાં

Advertisement

પીજીવીસીએલ મોરબી દ્વારા શહેરની જાહેર જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવની ઉજવણીમાં શુ શુ તકેદારી રાખવી તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સલામતી માટે તેનું ચુસ્ત પાલન કરવા પીજીવીસીએલની મોરબી શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડે અપીલ કરી છે.

(૧) ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે બંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતી રહે છે.

(૨) તેમજ વીજ વપરાશ ના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના જ સહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે ” વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના ? સળીયા વડે તેને કાઢવાની કે ત્યા ચડવાનો પ્રયાસ કરશો નહિ.

(૩) ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો ” આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે.

(૪) મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ‘ ઉપયોગ ન કસવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની ‘ શક્યતા રહે છે.

(૫)વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરૅટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલ ની સલગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપો.

(૬) આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફરી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા અપીલ કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW