Friday, January 24, 2025

ઉત્તરાયણના તહેવારે થોડી સાવધાની રાખીએ, અકસ્માત કે જાનહાની નિવારીએ

Advertisement

ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ,
સમજદારી, સદભાવ અને સાવચેતી રાખી કરીએ ચીલ

આગામી ૧૪ જાન્યુઆરીના રોજ આપણે સૌ ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરીશું ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાની ન થાય તે માટે આપણે થોડી સાવધાની રાખવી પણ એટેલી જ જરૂરી છે.

આપણે ગુજરાતીઓ ઉત્સવ પ્રિય લોકો છીએ, દરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર તો આપણે ઉજવતા જ હશું. ત્યારે આવનારા ઉત્તરાયણના તહેવારને પણ આપણે અનેરા ઉત્સાહ સાથે ઉજવીએ બસ થોડી સાવધાની જરૂરથી રાખીએ. પતંગ ઉડાડતી વખતે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જરૂરી છે. માણસો, પશુઓ તથા વાહનોથી સાવચેત રહેવું અને પતંગ ચગાવવાનાં ધાબાની ઉંચાઈ પુરતી છે કે નહિ તેની ખાતરી કરવી. પતંગ ચગાવતી સમયે માથા ઉપરથી પસાર થતા વીજળીનાં તારથી દુર રહેવું. શક્ય હોય તો ઘાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવું. પતંગ ચગાવતા બાળકોની તેમના વાલીઓ દેખરેખ રાખવી જોઇએ. આ ઉત્તરાયણના રોજ ત્રણ “સ” યાદ રાખો…. સમજદારી, સદભાવ અને સાવચેતી એટલે અકસ્માત નિવારી શકાશે.

સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકનાં ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરવો, આ દોરીથી પક્ષીઓ તથા માણસો ઘાયલ થાય છે અને આ ઘા ની અસર તહેવાર બાદ પણ લાંબા સમય માટે રહે છે જેથી આ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. મહેરબાની કરીને વીજળીના તારમાં ફસાયેલ અને સબ સ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવા મથામણ કરીને ખતરાને ન નોતરો. ઉતરાયણના દિવસે લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી તથા મકાનોના ગીચ વિસ્તારમાં કે ઢાળવાળી છત પરથી પતંગ ચગાવવી નહિ.

થોડી તકેદારી અને સાવધાનીથી મોટી દુર્ઘટના કે અકસ્માત નિવારી શકાય છે. છતાંય કોઈપણ દુર્ઘટના કે આપત્તિ ઉભી થાય તો તુરંત જ ઈમરજન્સી નંબર 108 પર અને કોઈ પશુ/પંખીને ઈજા પહોંચે તો 1962 પર સંપર્ક કરવો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW