*ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના કાર્યક્રમો યોજાશે.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવપૂર્વક ધામધુમ થી કરવા માં આવશે. જે અંતર્ગત સવારે ૧૦ કલાકે ધૂન-ભજન, ૧૧ કલાકે મોરબી શ્રી રામધન આશ્રમ ના મહંત પ.પૂ. ભાવેશ્વરી બેન ના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે ૧૨ઃ૩૫ કલાકે મહાઆરતી નું આયોજન કરવા માં આવેલ છે. તે ઉપરાંત મોરબી મુકામે બપોરે ૪ કલાકે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢ થી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી ના આયોજન દરમિયાન પણ મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તો ને પ્રસાદ વિતરણ કરવા માં આવશે.