*સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના કાર્યક્રમો દ્વારા પ્રભુ શ્રી રામ ની આરાધના કરવા માં આવી.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવપૂર્વક ધામધુમ થી કરવા માં આવી હતી.. જે અંતર્ગત સવારે ધૂન-ભજન, મોરબી શ્રી રામધન આશ્રમ ના મહંત પ.પૂ. ભાવેશ્વરી બેન ના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે ૧૨ઃ૩૯ કલાકે અભિજીત મૂહુર્ત માં મહાઆરતી નું આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનો જોડાયા હતા. તે ઉપરાંત મોરબી મુકામે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢ થી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી ના આયોજન દરમિયાન પણ મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તો ને પ્રસાદ વિતરણ કરવા માં આવ્યુ હતુ તેમાં મોરબી-માળીયા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સહીત ના અગ્રણીઓએ પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી પ્રભુ શ્રી રામ ની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દીવસ દરમિયાન મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૫૧૦૦ પરિવારો ને પ્રસાદ સ્વરૂપે કેસર પેંડા ના બોક્સ વિતરણ કરવા માં આવ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નેવિલભાઈ પંડિત, લખનભાઈ કક્કડ, શ્યામભાઈ ચૌહાણ, મીતભાઈ પટેલ, નિકેતનભાઈ કક્કડ, હસુભાઈ પુજારા,કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ પાંવ, પ્રતાપભાઈ ચગ, મનોજભાઈ ચંદારાણા, જગદીશભાઈ કોટક, સી.ડી.રામાવત, જીતુભાઈ કોટક, હરીભાઈ વિઠ્ઠલાણી, વિપુલભાઈ પંડિત, કૌશલભાઈ ઘેલાણી, રાજુભાઈ વિંધાણી, ઋષિભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, દીનેશભાઈ સોલંકી, પપ્પુભાઈ ચંડીભમર, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, પ્રિતીબેન ચંદારાણા, ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન કારીયા,,પ્રિયંકાબેન ભીંડે, લીલાબેન પુજારા, ભારતીબેન બુધ્ધદેવ સહીત ના શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.