મોરબીમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવાદિતીજી તથા ગુુજરાત રાજ્ય મહિલા પ્રભારી, તનુજા દીદી ના સાનિધ્યમાં દ્વિદિવસીય સર્વ રોગ નિવારણ યોગ શિબિરમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યો. કારણ કે આજની ભાગદોડ ભરી જિંદગીમાં યુવાનો પણ અકાળે મોત પામી રહ્યા છે. ત્યારે શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખવા માટે જીંંદગીમાં યોગ-યજ્ઞની જરૂરિયાત અનિવાર્ય બની રહી છે. આવા સમયે મહિલા યોગ સમિતિ મોરબી દ્વારા આ યોગ શિબિરનું આયોજન, રાજ્ય કાર્યકારીણી સદસ્યા, ભારતીબેન રંગપરિયા. મહિલા પ્રભારી, મીનાબેન માકડીયા ના નેતૃત્વમાં કરવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં રણછોડભાઈ જીવાણી(જિલ્લા પ્રભારી), નરશીભાઈ અંદરપા(યોગગુરૂ), સંજયભાઈ રાજપરા, (યુવા પ્રભારી) ખુશાલભાઈ જગોદણા(સહ પ્રભારી) વાલજીભાઈ ડાભી(કો.ઓડિનેટર, ગુજરાત યોગ બોર્ડ) તથા યોગ શિક્ષિકો હરજીવનભાઈ છત્રોલા, દેવજીભાઈ મિસ્ત્રી, તેમજ યોગ શિક્ષિકા, અનસુયાબેન હોથી, કાન્તાબેન વડસોલા, પીનલબેન ચારોલા, તૃષાબેન સરડવા, પુનમબેન પટેલ, આશાબેન પટેલ, શિલ્પાબેન અઘારા, માનસી ઘોડાસરા, રંજનબેન દેત્રોજા, એ યોગ અગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.*