Friday, March 14, 2025

ટંકારા તાલુકાનું ગૌરવ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર

Advertisement

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દરેક સત્રમાં સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપેલ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે.
જે અંતર્ગત ટંકારા તાલુકાના કુલ 6 ક્લસ્ટર માં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને આજરોજ હરબટિયાળી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ટંકારા તાલુકા કક્ષાના 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન મામલતદાર સાહેબ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. તમામ ગુરુજનોને વંદન સહ શુભેચ્છાઓ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સેવા આપતા રહો તેવી શુભકામનાઓ.

*પ્રતિભાશાળી શિક્ષકોની યાદી*

*1. સીણોજીયા નિલેશભાઈ એલ. – હડમતીયા કન્યા શાળા*
*2. પરમાર કલ્પેશભાઈ આર. – ભૂતકોટડા પ્રા.શાળા*
*3. રાણવા મહેશભાઈ સી.- નેસડા(ખા) પ્રા.શાળા*
*4. અઘારા કાજલબેન સી. – નેકનામ કુ.તા.શાળા*
*5. સોલંકી માધુરીબેન એ.- ઓટાળા પ્રા.શાળા*
*6. ઘેટિયા હિતેશભાઈ ડી. – ટંકારા કુમાર શાળા*

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW