મોરબી,વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે ધરમપુર ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી કૌશિકભાઈ માકાસણા તથા માકાસણા પરિવાર
*સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝ* વાળા તરફથી ધરમપુર પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ આજરોજ ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિતરણ કરીને આજના રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
આ તકે શાળા પરિવાર તરફથી માકાસણા પરિવારનો આભાર પ્રકટ કર્યો હતો