મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 400 જેટલી બાળાઓ છે,શાળા PM SHREE પ્રોજેકટ માટે પસંદ થયેલ હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરુર હતી આ અંગે શાળાના આચાર્ય સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો ગ્રામજનોએ,વાલીઓએ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવેલ હોય મોરબી જિલ્લાના જાગૃત ધારાસભ્ય દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર થતા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બાંધકામની શરૂઆત કરવામાં આવતા,ગ્રામજનોએ, સમિતિના સભ્યોએ,શાળા પરીવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જીનીયર અને તાલુકાના ટેક્નિકલ રિસોર્સ પર્શનનો આભાર પ્રકટ કરેલ છે.