Sunday, March 16, 2025

અનુ. જાતિના લગ્ન માટે કલ્યાણકારી યોજના; સરકાર આપે છે ૧૨ હજારની નાણાકીય સહાય

Advertisement

અનુ. જાતિની કન્યાના લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂં યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલીત કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર માટે બંન્ને માટે ૬,૦૦,૦૦૦/‌- રાખવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), સ્વ-ઘોષણા (Self-Declaration), જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW