મોરબીના લોકો સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા માટે પોતાના રળેલા રૂપિયામાંથી કંઈક ને કંઈક દાન કરતા હોય છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે,એ અન્વયે મોરબીના રંગપર ગામ પાસે આવેલ *સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝ* તરફથી રંગપર તાલુકા શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ વિતરણ કરીને વિદ્યાર્થીઓ ભણીગણીને ખૂબ આગળ વધે અને રંગપર ગામ અને શાળાનું નામ રોશન કરે એવા ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે શાળા પરિવાર અને ગામના સરપંચ મેઘરાજસિંહ ઝાલા તેમજ શાળા પરિવાર તરફથી સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝના હિરેનભાઈ દેત્રોજા તેમજ કૌશિકભાઇ માકાસણાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.