લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ અધિકારીઓ ની બદલી નો ગંજીપો ચિપવાનું ચાલુ થઈ ગયું છે જેમાં રાજ્ય અલગ અલગ સ્થળે ફરજ બજાવતા ૫૦ આઇએએસ (IAS) અધિકારીઓની બદલી ગઈ થઈ છે
રાજ્યના વહીવટી તંત્ર માં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં મોરબી માં કલેકટર તરીકે ફરજ બજાવતા જી. ટી. પંડ્યા ની બદલી કરીને દેવ ભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવી છે તો મોરબીના નવા કલેકટર તરીકે અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સ અધિક કમિશ્નર તરીકે ફરજ બજાવતા કિરણ જવેરી ને મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.
તો મોરબી જિલ્લા ખાતે ફરજ બજાવતા ડીડીઓ (IAS) ડી. ડી જાડેજા ની બદલી કરી તેમની જગ્યાએ જે. એસ. પ્રજાપતિને મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે