Wednesday, March 19, 2025

મોરબીના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે મોરબી જિલ્લા પંચાયત ખાતે ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાયો

Advertisement

પાંચ તાલુકા મથકોએ પણ ખેડૂતો માટે વેચાણ કેન્દ્રો ઉભા કરાયા

પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર’ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, મોરબી ખાતે મોરબી ૦જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ વેચાણ કેન્દ્ર અઠવાડીયામાં દર ગુરુવારે એક દિવસ ઉભું કરવામાં આવશે. આ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર મોરબી જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉત્પન્ન કરેલ શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વિગેરે પેદાશોનું સીધુ વેચાણ કરી શકે તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ તાલુકામાં તાલુકા મથકોએ પણ આ પ્રકારના વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ વેચાણ કેંદ્રનો નાગરિકોને લાભ લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW