હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો
હળવદ પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યા ખેતરડી ગામે આવેલ રહેણાંક મકાને રેઇડ કરતા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશીદારૂનો કુલ બોટલ નંગ ૩૦૦ કિ.રૂ.૧,૨૮,૧૬૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૩૩૧૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશભાઈ જવાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૩૫) રહે. ખેતરડી ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય એક ઈસમ પ્રવિણભાઇ જીવુભા ઝાલા રહે. નાડીધ્રી તા.જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.