હળવદ માળીયા હાઈવે પર કોયબા ગામના પાટીયા પાસે ટ્રકની ઠોકરે એસટી બસ પલ્ટી મારી ગઈ ૧૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હળવદ માળીયા અમદાવાદ સ્ટેટ હાઇવે પર કોયબા ગામના પાટીયા પાસે ટ્રકની ઠોકરે ગોધરા ડેપોની મોરબી સંતરામપુર ઝાલોદ એસટી બસને અકસ્માત નડયો હતો જેમાં ટ્રકની જોરદાર ટક્કરને કારણે એસટી બસ પલ્ટી મારી ગઈ હતી જેમાં સવાર ૧૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે ૧૦૮ સહીતનો કાફલો દોડી જઇને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હળવદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા