Saturday, January 25, 2025

MSME ના નવા કાયદામાં પેમેન્ટની સમસ્યા અંગે સિરામિક એસો. ને દિલ્હી ખાતે સાંસદ અને નાણામંત્રીને રજૂઆત કરી

Advertisement

મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા ખરીદેલ માલનું પેમેન્ટ ૪૫ દિવસમાં કરવામાં સમસ્યા નડતર રૂપ હોય જે મામલે સિરામિક ઉદ્યોગના અગ્રણીઓએ MSME મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જેમાવ૧-૦૪-૨૪ થી ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 B(h) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત હોય, જેમા સીરામીક ઉઘોગનુ રો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસ ની ઉઘારીમાં થતુ હોય છે જેથી ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય જે ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ હોય જેથી કરી ને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે દિલ્હી ખાતે Central board of Direct Tax ના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણે ને રજુઆત કરેલ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિમઁલા સીતારામનનો સમય લઈને કેન્દ્રીય નાણા મંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આ બાબતે રજુઆત કરવામાં આવી હતી
જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે ઝડપથી યોગ્ય કરવા જણાવેલ, મોરબી સીરામીક આ તકે મેન્યુ.એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજૂઆત કરતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW