રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્નીશ્રી દર્શના દેવી મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં સહભાગી થવા અમદાવાદથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
આ તકે કલેકટરશ પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-૧) સહિતના અધિકારીઓએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.