રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. રાજ્યપાલએ મહર્ષિ દયાનંદજીનો જ્યાં જન્મ થયો તે ઓરડાની મુલાકાત લઈ નમન કર્યા હતા. સમગ્ર પરિસર તથા દયાનંદજી સ્મારકની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, ડી.એ.વી.કોલેજના પ્રબંધક પૂનમ સુરી, અજય સહેગલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.