*ટંકારા ખાતે વિવિધ કામગીરીઓ જવાબદારી પૂર્વક નિભાવતું શૈક્ષિક મહાસંઘ*
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની પૂર્વ તૈયારી છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે અને હાલ 10 થી 12 ફેબ્રુઆરી સુધી ચાલતી ઉજવણીમાં દેશ વિદેશમાંથી અનેક લોકો તેમજ અનેક મહાનુભાવો ટંકારા ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમનાં નિવાસ માટે આવાસની વ્યવસ્થા કરવી,આવાસમાં પાણીની સુવિધાઓ, શૌચાલયની સુવિધાઓની વ્યવસ્થા કરવી આવતા લોકોનું રજિસ્ટ્રેશન કરવું રજિસ્ટ્રેશન બાદ મહેમાનોને નિવાસસ્થાને પહોંચાડવા તેમજ જુદાં જુદાં કાઉન્ટર પર કામગીરી કરવી,મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જીવન ઝરમર દર્શાવતી પ્રદર્શની, શાળાના બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરી,રજૂ કરાવવા વગેરેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ ડાયાલાલ બારૈયા અધ્યક્ષ, રમણિકભાઈ વડાવીયા, રસિકભાઈ ભાગ્યા, ચેતનભાઈ ભાગ્યા,રોહિતભાઈ ચીકણી,ભાવેશભાઈ ભીમાણી, મહેશભાઈ આદ્રોજા,ભરતભાઈ રાજકોટિયા,જાગૃતિબેન પટેલ હેતલબેન સોલંકી,જીવતીબેન રાજકોટિયા, વિરજીભાઈ ગોસરા
પરેશભાઈ દુબરીયા,અનિમેશભાઈ દુબરીયા,અમિતભાઈ ફટાણીયા વિપુલભાઈ ભાલોડિયા રસિકભાઈ વિરમગામા જયેશભાઇ વિરસોડિયા અભ્યભાઈ ઢેઢી, જ્યસુખભાઈ વૈષ્નાણી,હિતેશભાઈ પેટીયા,દિનેશભાઈ ભીમાણી, નીતિનભાઈ નમેરા બેચરભાઈ ગોધાણી,સતીષભાઈ પટેલ, ગજેન્દ્ર કારેલીયા, વગેરે કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર સતત નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે.ડાયાલાલ બારૈયા અને વાત્સલ્ય મનીપરાએ મુખ્ય કાર્યાલયની જવાબદારીઓ વહન કરેલ છે,બહેનોએ યજ્ઞશાળામાં કામગીરી કરેલ છે એમ ડાયાલાલ બારૈયા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારાની યાદીમાં જણાવાયું છે.