(અહેવાલ: મયંક દેવમુરારી)
સમાજ સુરક્ષાખાતા અંતર્ગત બાળ કલ્યાણ અધિકારી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ (કચ્છ) ખાતે બાળ કલ્યાણ અધિકારી તરીકે કોમલબેન અક્ષય કુમાર સાધુ (રામાનંદી) ની નિમણુક થતાં ચોમેર થી શુભકામના પાઠવવા માં આવી રહી છે. સ્વભાવે સરળ અને સતત મહેનતુ નાનપણ થીજ અભ્યાસમાં તેમજ સામાજિક કામ માં રુચિ ધરાવતા કોમલ બેન સાવરકુંડલા નિવાસી ઘનશ્યામદાસ રાઘવદાસ રામાનુજ ની પૌત્રી દુર્ગાબેન પ્રવીણભાઈ ની પુત્રી તેમજ ચંદ્રિકા બેન નીતિન ભાઈ સાધુ માધાપર કચ્છ નિવાસી ની પુત્ર વધુ એ ભાવનગર યુનિ. દ્વારા સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ માંથી MSW સેમ. ૪ માં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી શિક્ષણ મંત્રી ના હસ્તે ગોલ્ડ ટ્રોફી તેમજ આઇપીએસ પ્રવીણ મલ ના હસ્તે ગોલ્ડન ટ્રોફી મેળવી રાજસ્થાન ના બાળ વિકાસ મંત્રાલય ના ડો. મનન ચતુર્વેદી હસ્તે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર સમાજ નું ગૌરવ વધારેલ હાલ કોમલ બેન ની બાળ કલ્યાણ કચેરી ભુજ ખાતે નિમણુક થતાં ચોમેર થી અભીનંદન પાઠવવા માં આવી રહ્યા છે આપણે ત્યાં કહેવત છેને કે મન હોય તો માળવે જવાય તેમ સ્ત્રીઓ એ સાસરી માં રહીને પણ આગળ વધી શકાય મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ કોમલ બેને પૂરું પાડ્યું છે





