મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE નાં પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ને તાજેતર માં ૧૦ મી એજ્યુકેશન લીડરશીપ સમીટ-૨૦૨૪ માં બેસ્ટ પ્રિન્સિપાલ નો એવોર્ડ એનાયત કરવા માં આવ્યો છે. ARDOR COMM Media in association with Linked in દ્વારા આયોજીત આ સમિટ માં વિવિધ શૈક્ષણીક સંસ્થા ના પ્રિન્સિપાલે ભાગ લીધેલ હતો તેમાં જુરી દ્વારા મોરબી નાં પ્રિન્સિપાલ ની વિજેતા તરીકે પસંદગી કરવા માં આવી હતી. મોરબી OSEM CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ને ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ ના ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડ ના ચેરમેન ડો. વિનય એસ. પુરાણી ના વરદ્ હસ્તે એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો. સમગ્ર મોરબી ના શિક્ષણ જગત ના ગૌરવ સમાન તેમની આ સિધ્ધિ બદલ મોરબી OSEM CBSE ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.