આજરોજ ૨૧ ફેબ્રુઆરી ના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યોછે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ ઉજવણી અંતર્ગત કોલેજના વિધાર્થીઓએ ગુજરાત સાહિત્ય પરિષદ –અમદાવાદ દ્વારા જાહેર થયેલ અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતો વિડીયો નિહાળ્યો હતો અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક શ્રી અનિલભાઈ કંસારા એ વિધાર્થીઓને માતૃભાષા ના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા તેમજ ગુજરાતી ભાષા ના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું.
આ ઉજવણીમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયા હતા.