Monday, February 3, 2025

અણીયારી જેતપરરોડ ઉપરથી કાર માંથી ઇંગ્લીશદારૂ ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement

અણીયારી જેતપરરોડ ઉપરથી ક્રેટા કાર સાથે ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૩૭૬ કિ.રૂ.૧,૩૭,૬૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૮,૪૨,૬૨૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અણીયારી – જેતપર રોડ ઉપર સફેદ હ્યુંડાઇ ક્રેટાકાર નં. GJ-06-PH-2112 વાળીમાં પરપ્રાંત માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવનાર છે તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૭૬ કિં રૂ. ૧,૩૭,૬૨૦ તથા ક્રેટા કાર કિં. રૂ. ૭,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૮,૪૨,૬૨૦ ના મુદ્દામાલ સાથે સાથે એક આરોપી નગારામ ભગવાનરામ ચૌધરી ઉ.વ.૩૧ રહે. રામજી કા ગોલ ફાટા, તા.ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય ત્રણ શખ્સો નરેશકુમાર મલાજીભાઇ પઢીયાર રહે. શેરપુરા તા. ડીસા જી. બનાસકાંઠા, જમારામ ઉફે જગમાલ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ, પોસ્ટ ડબોઈ, થાણુ, તા. ગુડામાલાણી, જી.બાડમેર રાજસ્થાન તથા યશપાલસિંહ ધનુભા જાડેજા રહે. ખાનપર, તા.જી. મોરબીવાળા નું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW