Monday, February 3, 2025

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં આઠમો સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ

Advertisement

છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરની અંદર વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી શ્રી ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૭૫ દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ આજરોજ બીજી ૧૦ દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૭૯ પ્રકારની જીવન જરૂરીયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. જેમાં સોના ચાંદીથી લઈ અને કબાટ પલંગ ગાદલા રસોડાની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત આ દીકરીઓને પગભર થવા માટે ફ્રી માં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. અને સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન આપવામાં આવશે. ફ્રી માં બ્યુટી પાર્લર ના કોર્સ કરાવવામાં આવશે અને શીખી લીધા બાદ ફ્રી માં કીટ આપવામાં આવશે.
સમૂહલગ્ન ના કાર્યક્રમ નું પ્રમુખ સ્થાન શ્રી કાંતિલાલ અમૃતિયાં ધારાસભ્ય શ્રી એ શોભાવેલ હતું. તેઓશ્રી એ ગંગા સ્વારૂપ સહાય સમિતિ ને કહેલ કે દર મહિને બે, ચાર લગ્નો જો કરવા માગતા હો તો ઉમા ટાઉન શિપ માં જમણવાર સહિત કરી આપશે. આ પ્રસંગે ચંદ્રકાન્તભાઈ દફતરી એ નવ દંપતી ને ભ્રુણ હત્યા નહીં કરીએ તેવા સપથ લેવડાવેલ હતા. અને કોઈ એક જરૂરિયત મંદ દીકરી ના લગ્ન માં સહાય રૂપ થવા સમજાવેલ હતા. સમૂહલગ્ન શ્રી હનુમાનજી મંદિર, રણછોડનગર માં મહંતશ્રી બાબુભાઇ ની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે તમામ દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવેલ હતું. લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા અને લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા તથા તુષાર દફતરી, વિગેરે અન્ય લાયન્સ કલબો ના સભ્યો હાજર રહેલ હતા. ગંગા સ્વારૂપ સહાય સમિતિ ના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા એ કહેલ કે હવે સમગ્ર સમાજ માટે ચિંતન નો વિષય છે કે લગ્નો પાછળ બિન જરૂરી ખર્ચ નો ઘટાડો કરે અને આવા સમૂહ લગ્નો માં જોડાઇ અને સમાજ ને નવી દિશા બતાડે. બાલુભાઈ કડીવાર અને રણછોડભાઈ એ આભાર વિધિ કરેલ. લગ્ન ની પુર્ણાહુતી બાદ તમામ મહેમાનો અને લગ્ન પ્રસંગે આવેલ મહેમાનો ને માટે ભોજન સમારંભ યોજાયેલ હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW