Sunday, March 16, 2025

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં ત્વરિત પૂર્ણ પગારી હુકમ કરવામાં આવ્યા

Advertisement

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા ફેબ્રુઆરી 2024 માં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા 29 જેટલા શિક્ષકોને નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા તરત જ પૂર્ણ પગારી હુકમો આપવામાં આવેલ. આ કાર્યમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિશાંત કુગાસીયા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ એન.એ. મહેતા તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર તેમજ શિક્ષણ શાખાના સમગ્ર સ્ટાફની ત્વરિત કામગીરીથી તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં તારીખ: 01 માર્ચ 2024ના દિવસે પ્રતીક સ્વરૂપ પાંચ શિક્ષકોને રૂબરૂ બોલાવી પૂર્ણ પગારી હુકમ રૂબરુ આપવામાં આવ્યા. આમ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા મોરબીએ પારદર્શી અને ઝડપી વહીવટનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW