આજ રોજ નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘વુમન્સ ડે’ને અનુલક્ષીને ધોરણ 7 થી 11ની ગર્લ્સ માટે આજના સમયમાં ગર્લ્સની તંદુરસ્તી અને સાવચેતીને ધ્યાનમાં લઈ ‘ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્ષત્ર હૉસ્પિટલના ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમના દ્વારા વર્તમાન સમયમાં પ્રવર્તમાન ગર્લ્સના હેલ્થના મુંઝવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ નવયુગ વિદ્યાલયની ગર્લ્સનાં હેલ્થ સંબંધિત પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વૈશાલી વડનગરા , ડૉ. માધવી પટેલ અને ડૉ. બ્રિન્દા ફેફરે વિડિયોના માધ્યમ વડે ઝીણવટપૂર્વક હેલ્થ સંબંધિત સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.