Saturday, January 11, 2025

શેરબજારમાં કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી કરનાર વધુ બે ઈસમો મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા

Advertisement

શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરનાર વધુ બે આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪.૪૭,૧૫૦/- નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે આઇ.પી.સી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦(બી) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ.
આ ગુન્હામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હોય અને ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરતા આરોપી રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહે, વડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથા ચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર રહે. નાગરવાડા પ્રકાશનગર, વડોદરા વાળાઓને પકડી પાડેલ છે અને વધુ તપાસ તજવીજ ચાલુ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW