Monday, February 3, 2025

6 વર્ષની જાસિયા વલોરા એ આખા દિવસનું રોઝુ રાખ્યું

Advertisement

હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, મુસ્લિમ બેરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે અને મસ્જિદમાં વિશેષ નમાજ તરાવીહ પડી રહ્યા છે.અલ્લાહ પાસે દુઆ માંગી રહ્યા છે.
રમઝાન માસ દરમિયાન વહેલી સવારે 05:30 વાગે થી ખાવા પીવાનું બંધ કરીને સાંજે 7:07 વાગ્યા પછી જ ખાઈ પી શકાય છે. આમ 14 કલાક ભૂખય તરસ્યા રહેવાનું એટલે કે રોઝુ ઘણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા પણ બનાવ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસનું રોઝુ રાખે છે.
હાલમાં વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટી માં રહેતા સાગર ભાઈ વલોરા ની છ વર્ષની પુત્રી જાસિયા વલોરા નલિની વિદ્યાલય માં બાળ વાટિકા માં અભ્યાસ કરતી એ આખા દિવસનું રોજો રાખ્યું હતું. જાસિયા તેમના પરિવાર સાથે વહેલી સવારે શહેરી કરીને છેક સાંજે ઇફ્તાર કર્યા બાદ જ ખાધું પીધું હતું અને આમ ખૂબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખો દિવસનું રોઝુ રાખ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW