Thursday, January 23, 2025

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના ગુન્હાના આરોપી બોગસ ચલણી નોટોના કામે કેસ ચાલી જતા શંકાનો લાભ છોડી મૂકવા હુકમ

Advertisement

મોરબી સીટી એ ડીવીઝન તા. ૦૩/૦૪/૨૦૧૯ ના રોજ ફરીયાદ જાહેર કરી આઈ. પી. સી.
કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી આરોપી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં રૂા. ૨૦૦૦/- દ૨ની નોટ નંગ ૪૦ તથા રૂા. ૧૦૦/- દર ની નોટ નંગ ૧૦૦ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે પોતાના કબજામાં રાખી તેમજ ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ જે મુજબ મોરબી સીટી પોલીસે આરોપીને તા. ૦૩-૦૪-૨૦૧૯ ના રોજ અટક કરી અને તારીખ ૦૪-૦૪-૨૦૧૯ ના રોજ નામદાર નીચેની અદાલતમાં રજુ કરી અને ત્યારથી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ તા. ૨૦-૦૭-૨૦૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯ /૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ ત્યારબાદ નામદાર સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સદર કેશ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ના જજ પી. સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપી ને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયા ના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા. બચાવ પક્ષના વકીલ મનિષ પી. ઓઝા ( (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપી ને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ના જજ સાહેબે આરોપી ને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW