ગત વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઝૂલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જ્યારે છેલ્લા ૧૪ માસ થી મોરબી જેલ માં બંધ મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે 19 ડિસેમ્બરે ફગાવી દીધા હતા. જયસુખ પટેલ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ હતા જેમને આજે વિદેશ ન જવાની શરતે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા.