Monday, February 3, 2025

મોરબીમાં શહિદ દિવસે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Advertisement

મોરબી: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદ ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીએ લટકાવી દીધા હતા. માત્ર ચોવીસ વર્ષની ભર યુવાન વયે પોતાની યુવાનીને દેશની આઝાદી માટે ખપાવી દેનારા એ વિર સપુતોએ ઇતિહાસના પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ત્યારે આજે મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જેમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિય દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, શહિદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રાજગુરુ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદીની પ્રતિમાને સાફ-સફાઈ કરી શહિદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW