મોરબી : મોરબીમાં આજે આસુરી શક્તિ પર વિજય મેળવવાના પર્વ હોળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવેલ જ્યારે આવતીકાલે ધુળેટીની રંગબેરંગી ઉજવણી કરાશે
મોરબીમાં આજે હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી શહેર અને તમામ ગામડાઓમાં આસ્થાપૂર્વક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારો અને ચોકે-ચોકે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પોરોણીક રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી.લોકોએ નાળિયેર સાથે હોળીની પ્રદક્ષિણા કરી હતી તેમજ હોળીમાં ખજૂર , ધાણી,દાળિયા, પતાસા વગેરે ચીજવસ્તુઓનું દહન કરીને પૂજાઅર્ચના કરી હતી અને કપૂરની ગોટી સળગાવી વાતાવરણમાં શુદ્ધિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે આવતીકાલે ધુળેટીની ઉજવણીમાં નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગોની બોછર સાથે અબાલ વૃધ્ધ સહિત સૌ કોઈ દુઃખ દર્દને ભૂલીને મિત્રો તથા સગાસ્નેહીઓ સાથે રંગપર્વ માનવી કડવાશભર્યા સંબંધોનું પૂર્ણવિરામ કરીને એકબીજાના જીવનમાં ઉમંગનો રંગભરી ધુળેટી પૂર્વની ઉજવણી કરવામાં આવશે.