Monday, February 3, 2025

હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબૂત બનાવીશ: વૃદ્ધાશ્રમમાં મોરબી કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં શપથ લેવાયા

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેકટર કે.બી. ઝવેરીએ સિનિયર સિટીઝનને આગામી ૭ મેના રોજ જરૂરથી મતદાન કરવા અપીલ કરી

મોરબીનાં વૃદ્ધાશ્રમનાં લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝનને મતદાન બાબતે જાગૃત કરવાના હેતુથી મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ઉપસ્થિત સિનિયર સિટીઝનોને મતદાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મતદાન એ મહાદાન છે અને મતદાન કરવો તે આપણો અધિકાર છે અને મતદાન અવશ્ય કરવું જ જોઈએ તેમજ નાગરિકોને જણાવ્યું હતું કે, તમારે કોઈપણ પ્રશ્ન કે હક બાબતે રજૂઆત કરવી હોય તો મતદાનની ફરજ પણ અદા કરવી જરૂરી છે. આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અને આસપાસના લોકોને પણ પ્રેરણા આપવા જણાવ્યું હતું. નાગરિકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ અને જે કોઈ નાગરિકની ઉંમર ૮૫ કે તેથી વધુ છે તેઓ પોતાના સ્થળ પર જ મતદાન કરી શકશે તેવી વ્યવસ્થા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

અગ્રણી પી.વી.રાઠોડ દ્વારા મતદાન અંગે જણાવ્યું હતું કે,”લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય મહત્વનું હોય છે. બહુમૂલ્ય મતદાનની કિંમત સમજાવી ઉપસ્થિતોને બીનચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને અંતમાં સમાજ કલ્યાણ અધિકારી વૈશાલીબેન જોષીએ આભાર વિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કે.બી.ઝવેરી, સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતા, મોરબી શહેર મામલતદાર જયવંતસિંહ વાળા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર તથા સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW