Monday, February 3, 2025

મોરબી લાલપર નજીક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો રેડનો રેલો બે પીઆઈ સસ્પેન્ડ

Advertisement

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ સહીત બે પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો

મોરબી લાલપર નજીક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દોઢ કરોડના ઈંગ્લિશ દારૂ મામલે આખરે ગુજરાત પોલીસવડા દ્વારા લાલઆંખ કરી મોરબી એલસીબી પીઆઇની સાથે તાલુકા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે સ્ટેટ મોનિટરીંગ સેલની રેડનો રેલો આવતા બે પીઆઈને સસ્પેન્ડ કરાતા મોરબી પોલીસના નાક નીચેથી કરોડો રૂપિયાના ઈંગ્લિશ દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલ પકડી લેતા સમગ્ર મોરબી જિલ્લા પોલીસનુ નાક કપાયું હતું! જેમાં કડક કાર્યવાહી થતા સસ્પેન્ડ ઓર્ડર ફાટતા ખળભળાટ મચી ગયો છે અને મોરબી પોલીસબેડામાં જાણે સોંપો પડી ગયો હોય તેમ બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW