Sunday, February 2, 2025

નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શિક્ષણસફર

Advertisement

*નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન* દ્રારા તાલીમાર્થીઓ ના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતા જ હોય છે. જેના દ્રારા તાલીમાર્થીઓ ને તેમના અંગત તેમજ વ્યવસાયિક જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. તાલીમાર્થીઓ નો તમામ પ્રકારનો વિકાસ થાય તે હેતુ થી સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સતત કાર્યશીલ રહે છે અને તે માટે જે તેઓ હંમેશા નવીનત્તમ કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.
આવા ઉત્તમ હેતુ સાથે બી.એડ્ ડીપાર્ટમેન્ટના તાલીમાર્થીઓ માટે તારીખ 20 માર્ચ 2024 ના રોજ ટીંબળી (ધરમપૂર) ખાતે ટીંબળી પ્રાથમિક શાળા ની મુલાકાતનું આયોજન કરેલ તેમાં તાલીમાર્થીઓએ શાળાની મુલાકાત દરમિયાન પ્રજ્ઞાવર્ગ, પ્રાર્થના સભા, વિજ્ઞાનની પ્રયોગશાળા, ઓફીસ જેવા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી તે દરમિયાન શાળાના આચાર્ય અશોકભાઈ જાવિયા, CRC રાજેશભાઈ ઘોડાસરા , કમલેશભાઈ દલશાણીયા દ્વારા તાલીમાર્થીઓને શાળા દફતર વર્ગ ખંડ વ્યવહાર અને વર્ગખંડ ટેકનોલોજી અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો દ્રારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની મુલાકાત બાદ બી.એડ્ ના અભ્યાસક્રમમાં આવતા રજીસ્ટરો અને પત્રકોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ નોલેજ પુરૂ પાડવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW