Saturday, March 15, 2025

અણીયારી ટોલનાકા પાસેથી હરીયાણાથી કચ્છ તરફ જતો ઈંગ્લિશ દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપાયો મોરબી એલસીબીનો સપાટો એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement

લોકસભા ચુંટણી પુર્વે હરીયાણા રાજયના અંબાલાથી કચ્છમાં ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતો ઇંગ્લીશદારૂ / બિયરનો જંગી જથ્થો બોટલો નંગ-૨૩૮૨૦ કિ.રૂ.૬૬,૦૨,૪૦૦/- બિયરટીન નંગ-૬૭૦૦ કિ.રૂ.૬,૭૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧.૦૭,૯૨,૭૯૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચ ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નંબર- RJ-52-GA-4919 વાળુ માળીયા તરફ આવે છે. જે ટ્રેઇલરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમીવાળુ ટ્રેઇલર નીકળતા તેમાં ઇંગ્લીશ દારૂ બોટલો નંગ-૨૩૮૨૦ કિ.રૂ. ૬૬,૦૨,૪૦૦/- બિયરટીન નંગ-૬૭૦૦ કિ.રૂ.૬,૭૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧.૦૭,૯૨,૭૯૦/- ના મુદામાલ સાથે એક આરોપી મોહિન્દરસીંગ રશલસીંગ ઉવ.૪૮ રહે. ફતેહપુર પ્રાયમરી સ્કુલ પાસે શેખાન પોસ્ટ રણવીરસીંગ પોરા જી.જમ્મુ -૧૮૧૧૦૨ (જમ્મુ અને કાશ્મીર) વાળાને ઝડપી પાડી માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય બે ઈસમ અરમેશબાબુ રહે. ઉતરપ્રદેશ તથા બીટુભાઇ રહે. પંજાબ તથા માલ મંગાવનારનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW