હળવદ પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન સંયુક્તમાં રહે મળેલ બાતમી ના આધારે હળવદ જી.આઈ.ડી.સી. પાછળ આવેલ સરકારી ખરાબામાં ઘોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા ઈસમો પર રેઇડ કરી છ ઇસમોને રોકડ રકમ રૂ.૧,૧૦,૫૪૦/- તથા ધોડીપાસા નંગ-૦૨ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.નં.૨૪૯/૨૦૨૪ મુજબથી ગુન્હો દાખલ કરવામા આવેલ છે.
• આરોપીઓ-
૧) રમેશભાઈ ગુગાભાઈ સાવડીયા ઉ.વ. ૪૦ ધંધો મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
( (૨) સંજયભાઈ રૂપાભાઈ સીતાપરા ઉવ.૩૬ ધંધો-મજુરી રહે,પંચમુખી ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
૩) જયેશભાઈ મનુભાઈ દેવકા ઉવ.૩૮ ધંધો-મજુરી રહે.પંચમુખી ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
(૪) કરમણભાઈ છેલાભાઈ ગમારા ઉવ.૪૨ ધંધો-મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા-હળવદ જિ.મોરબી
(૫) દિનેશભાઈ ધારાભાઈ ટોટા ઉવ.૩૩ ધંધો-મજુરી રહે.પંચમુખી ઢોરો હળવદ તા-હળવદ જી.મોરબી
(૬) લધધીરસિંહ હનુભા ઝાલા ઉવ.૪૨ ધંધો-મજુરી રહે. ભવાનીનગર ઢોરો હળવદ તા-હળવદ જિ.મોરબી