Sunday, March 16, 2025

મોરબી વેરહાઉસથી જિલ્લાની ૩ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ સહિત મશીન ફાળવાયા

Advertisement

પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ મદદનીશ ચૂંટણી અધિકારીઓને મશીનની સોંપણી કરાઈ

મોરબી જિલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા મોરબી લાલ બાગ ખાતેના ઈવીએમ વેરહાઉસથી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણીની કામગીરી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી અન્વયે કુલ ૩ વિધાનસભા દીઠ બેલેટ યુનીટ, કન્ટ્રોલ યુનીટ અને વીવીપેટ મશીનની ફાળવણી પ્રથમ રેન્ડમાઈઝેશન અંતર્ગત કરવામાં આવી હતી.

રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલા EVMનો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન પછી મદદનીશ ચૂંટણી અધિકારીને ઈવીએમ સોંપણીની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, ઈવીએમ નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીશ્રીઓના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવી હતી. ઈવીએમ સોંપણી દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, ડેપ્યુટી કલેક્ટર સબોધકુમાર દુદખીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી, નાયબ મામલતદાર રવુભા ગઢવી સહિત ચૂંટણી શાખાના કર્મીઓ તેમજ વિવિધ રાજકીયપક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW