(અહેવાલ મયંક દેવમુરારી)
ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર સમગ્ર ગુજરાત મા શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભા નુ આયોજન કરવામા આવ્યું
મોરબી તાલુકા ના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્ર ની મોદી પરીવાર સભા મા 7 ગામ ના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનો એ ભાગ લીધો હતો
મોદી પરીવાર સભા મા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા એ જણાવ્યુ હતુ કે ભારત ના વડાપ્રધાન જ્યારે બધા ભારત વાસી ઓ ને એક પરીવારજન ગણતા હોય તેમજ પરીવાર ના મોભી બની યુવા, ગરીબ, મહિલા, ખેડુતો ના ઉત્થાન માટે સતત 16 કલાક મહેનત કરતા હોય એવા પ્રધાનમંત્રી ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી
તેમજ આગામી ચુટણીમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના સુત્ર ને સાર્થક કરી આગામી 2047 સુધી માં ભારત દેશ ને વિકસિત ભારત બનાવવા ના નરેન્દ્ર મોદી ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર પરસોતમ ભાઇ રુપાલાજી ને વિજયી બનાવવા અપીલ કરી હતી