ગુજરાત સરકાર સિલિકોસીસ પુનર્વસન નીતિ લાગુ કરે કામના સ્થળે રાષ્ટ્રીય સલામતી આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009 લાગુ કરો – સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક 7 એપ્રીલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિલિકોસીસથી પીડાતા સંઘ દ્વારા જાગૃતી કાર્યક્રમ યોજયો હતો તેમાં ૨૬ સીલીકોસીસ પીડીતોએ સહભાગી થયા હતા અને જેમાં આઈએલઓના ઠરાવ નં. 155નો સ્વીકાર કરો, બીડી સિગરેટ સ્વર્ગની સીડી, સિલિકાના સંપર્કથી ફેફસા નબળા થાય છે એટલે જલ્દી ટીબી થઈ જાય છે, ટીબીના દર્દીઓને દવા અને માર્ગદર્શન આપો, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સિલિકોસીસ નિયંત્રણ કાર્યક્રમ જાહેર કરે, કામના સ્થળે રાષ્ટ્રીય સલામતી આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009 લાગુ કરો સહિતના પોસ્ટરો દેખાડી સીલીકોસીસ પીડીતોએ પોતાની માગણી વ્યક્ત કરી હતી.
આરોગ્ય એ મુળભુત માનવ અધીકાર છે અને તેનું જતન થાય તો જ દેશના નાગરીકો સ્વસ્થ જીવન માણી શકે
સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે મોરબીમાં કામદારો સીલીકોસીસ અને બીજા વ્યવસાયજન્ય રોગોનો ભોગ બને છે અને તેની સારવાર કરાવવામાં લાખો ખર્ચી નાખે છે અને કુટુંબ પ્રમાણીક પણે મહેનત મજુરી કરવા છતાં ગરીબીમાં ધકેલાય જાય છે. આ કામદારોને ઇ એસ આઇ કાયદા હેઠળ આવરી લેવામાં આવતા નથી તે કારણે કુટુંબ પર નાહકનો આર્થીક બોજ વધે છે