સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા”એ સૂત્ર ને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાન થી વિસ્થાપિત થયેલ બાંધવો ને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન તા.11/04/2024 ને ગુરુવારે સાંજે 5:00 વાગ્યે જૂના શિશું મંદિર,,મોરબી ખાતે થયેલ. કાર્યક્રમની શરૂઆત માં હિરેન ભાઈ વિડજા દ્વારા પ્રસ્તાવના આપવામાં આવેલ.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનો નું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું..આ કાર્યક્રમમાં ડો.જન્તીભાઈ ભાડેસિઆ ( પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક – આર એસ એસ) તેમજ પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય – રાપર) દ્વારા CAA 2019 ની સંપૂર્ણ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવેલ.તેમજ પ્રેમ સ્વામિ (સંસ્કાર ધામ – મોરબી) દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જયંતીભાઈ કવાડિયા ( ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ) કાંતિભાઈ અમૃતિયા તથા વિપુલભાઈ અઘારા ( પ્રાંત પ્રચાર પ્રમુખ – આર.એસ.એસ) ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ઉપસ્થિત વિસ્થાપિત હિન્દુ બાંધવો ને ભારતમાતા ના ફોટા આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની આભાર વિધિ જે.પી. જેસ્વાણી દ્વારા કરવામાં આવેલ.તેમજ આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ ને સફળ બનાવવા વિસ્થાપિત હિન્દુ સહાયતા સમિતિએ ખૂબ જહેમત ઉઠાવેલ.