ગત તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ આરોપીઓએ નર્મદા કેનાલ રોડ ઉપરથી ફરી.ના ગળાના ભાગે છરી મુકી ભય બતાવી મો.સા.માં બેસાડી એક રૂમ ઉપર લઈ જઈ ધોલધપાટ કરી ભય બતાવી ત્યાંથી કોઇ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરી.ના ખિસ્સામાંથી રૂ.૪૫૦૦/- કાઢી લઈ તેમજ ફરી.ના મોબાઈલ ફોનમાંથી ગૂગલ-પે એકાઉન્ટમાં રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૧૪,૫૦૦/- ની લુંટ કરી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરી જીલ્લા. મેજી. મોરબીના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી નાસી જઈ ગુન્હો આચરેલ હતો જે અંગે હળવદ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.ન.૦૨૬૩/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૬૫, ૩૯૪, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ.
હળવદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. કે.એન.જેઠવા ને મળેલ ખાનગી હકીકત આધારે ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધાંગધ્રા બાયપાસ રોડની પર થી પકડી પાડી આરોપીઓને અટક કરી ગુન્હો ડીટેકટ કરેલ હાલ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપીની વિગત –
(૧) સચીનભાઇ ઉર્ફે કાલી ભરતભાઇ ઉર્ફે મુન્નાભાઈ મીયાત્રા ઉ.વ.૧૯ હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ જી.મોરબી.
(૨) રવિભાઇ ટીનાભાઈ થરેશા ઉ.વ.૨૪ રહે હળવદ પંચમુખી ઢોરો શંકર ભગવાનના મંદિર પાસે તા.હળવદ જી.મોરબી.
(3) અજયભાઇ વિનાભાઈ સુરેલા ઉ.વ.ર૧ રહે હળવદ પંચમુખી ઢોરો ચોકમા તા.હળવદ જી.મોરબી.
* કબ્જે કરેલ મુદામાલની વિગત-
1. રોકડા રૂપીયા ૧૪,૫૦૦/-
2. વીવો કંપનીનો બ્લુ કલરનો એન્ડ્રુઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૩૦૦૦/-
હીરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મો.સા. GJ.36.AD.1765 કિ.રૂ.૧૦,૦૦૦/-
3. 4. વીવો કંપનીનો દુધીયા કલરનો એન્ડ્રુઈડ મોબાઈલ ફોન કિં.રૂ.૩૦૦૦/-
5. એક KECHAODA કંપનીનો ગોલ્ડન મોબાઈલ કિ.રૂ.૨૦૦/-
6. હીરો કંપનીનું સ્પ્લેન્ડર કાળા કલરનું મો.સા. રજી નં. GJ.36.H.9539 કિ.રૂ.૧૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ.૩૯,૭૦૦/- નો મુદામાલ જપ્ત કરેલ છે